News
News
ટીવીabp shortsABP શોર્ટ્સવીડિયો
X

IND vs ENG:પ્રથમ દિવસના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 198 રનમાં 7 વિકેટ, ઈશાંત શર્માની 3 વિકેટ

FOLLOW US: 
Share:
લંડનઃ  ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમ મેચની ટેસ્ટ સીરીઝનો પાંચમો અને અંતિમ મુકાબલો લંડનના ધ ઓવલ મેદાન પર રમાઈ રહ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહેલી ઈંગ્લેન્ડની ટીમે 90 ઓવરમાં 7 વિકેટે 198 રન જ બનાવી શક્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી કારકિર્દીની અંતિમ ટેસ્ટ રમી રહેલા એલિસ્ટર કૂકે સૌથી વધારે 70 રન બનાવ્યા હતા. મોઈન અલીએ 50 રનની ઇનિંગ્સ રમી હતી. દિવસના અંતે બટલર 11 અને રાશિદ 4 રને રમતમાં છે. જેનિગ્સ 23 રને આઉટ થયો હતો. બેન સ્ટોક્સ 11 અને મોઈન અલી 50 રને આઉટ થયા હતા.  જો રૂટ અને બેરિસ્ટો ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયા હતા. ભારત તરફથી ઈશાંત શર્માએ 3 વિકેટ ઝડપી છે. ટીમ ઇન્ડિયાએ પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કર્યા છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને અશ્વિનને પડતા મુકાયા છે જ્યારે તેમના સ્થાને રવિન્દ્ર જાડેજા અને હનુમા વિહારીનો સમાવેશ કરાયો છે. હનુમા વિહારી આ મેચથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે 3 મેચોની ટી-20માં ઇંગ્લેન્ડને 2-1થી પરાજય આપીને સીરીઝ કબ્જે કરી, બાદમાં ઇંગ્લેન્ડે 3 મેચોની વનડે સીરીઝમાં 2-1થી ભારતને હાર આપીને હિસાબ બરાબર કરી લીધો હતો, હવે ભારતે ટેસ્ટ સીરીઝ પણ ગુમાવી દીધી છે. ચાર ટેસ્ટ મેચમાં ઇગ્લેન્ડે ત્રણમાં જીત મેળવી છે જ્યારે ભારત એક ટેસ્ટમાં વિજય મેળવવામાં સફળ રહ્યું છે. વિરાટ કોહલીએ આ શ્રેણીની 4 ટેસ્ટમાં 554 રન બનાવ્યા છે. તે ઇંગ્લેન્ડ પ્રવાસમાં એક શ્રેણીમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય બનવાથી ફક્ત 59 રન દૂર છે. હાલ આ રેકોર્ડ રાહુલ દ્રવિડના નામે છે. દ્રવિડે 2002માં ઇંગ્લેન્ડે પ્રવાસમાં 3 સદીની મદદથી 602 રન બનાવ્યા હતા.
Published at : 07 Sep 2018 03:33 PM (IST) Tags: Hanuma Vihari live score india vs england

સંબંધિત સ્ટોરી

મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર

મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર

Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ

Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ

Asian Para Games 2026: સિમરને 200 મીટર દોડ અને પ્રણવે ડિસ્કસ થ્રોમાં જીત્યા ગોલ્ડ, ભારતના નામે 30 મેડલ

Asian Para Games 2026: સિમરને 200 મીટર દોડ અને પ્રણવે ડિસ્કસ થ્રોમાં જીત્યા ગોલ્ડ, ભારતના નામે 30 મેડલ

12 મેચ રમવા ન્યૂઝીલેન્ડ પહોંચી ટીમ ઇન્ડિયા, 22 ઓક્ટોબરથી થશે ટી20 સીરીઝની શરૂઆત

12 મેચ રમવા ન્યૂઝીલેન્ડ પહોંચી ટીમ ઇન્ડિયા, 22 ઓક્ટોબરથી થશે ટી20 સીરીઝની શરૂઆત

ICCની લેટેસ્ટ રેન્કિંગમાં ભારતીયોનો જલવો, ટીમ ઇન્ડિયાનો બૉલર નંબર-1

ICCની લેટેસ્ટ રેન્કિંગમાં ભારતીયોનો જલવો, ટીમ ઇન્ડિયાનો બૉલર નંબર-1

ટોપ સ્ટોરી

ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો

ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો

દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો

દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો

Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું

Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું

Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર